કચ્છની ચાર ગ્રા.પં. પેટા ચૂંટણીનું પરિણામ જાહેર

કચ્છની ચાર ગ્રા.પં. પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
ભુજ, તા. 18 : ગત રવિવારે કચ્છની ચાર ગ્રામ પંચાયતોમાં સરપંચપદ અને સભ્યોની યોજાયેલી પેટા ચૂંટણીના આજે પરિણામો જાહેર થતાં વિજેતાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના મોટા દિનારા ગામે સરપંચ પદ અને બે વોર્ડના સભ્યો માટે પેટા ચૂંટણી યોજાઇ?હતી, જેમાં સરપંચ પદે સમા અમીરહસન ગનીમામદ 1450 મત સાથે વિજેતા જાહેર થયા હતા. તેમના હરીફ સમા હોથી અલીમામદને 738 મત પ્રાપ્ત થયા હતા. તેમજ વોર્ડ નં. 3ના સભ્ય આમનાબાઇ?હુસેન, વોર્ડ 5માં લાઇબાઇ સુલેમાન વિજયી બન્યા હતા. અંજાર તાલુકામાં આંબાપર અને  રાપર (ખોખરા)માં પેટા ચૂંટણી યોજાઇ?હતી, જેમાં  આંબાપરમાં સરપંચપદે મંજુબેન ખટારિયા 699 મત મેળવી સરપંચપદે ચૂંટાયા હતા. તેમના હરીફ મોંઘીબેન ગોયલને 627 મત પ્રાપ્ત થયા હતા. આ જ ગ્રામ પંચાયતમાં વોર્ડ નં. 1માં  જ્યોતિબેન બકુત્રા, વોર્ડ નં. 2માં લખીબેન હુંબલ, વોર્ડ-5માં વેજીબેન વાઘેલા, વોર્ડ-6માં રમેશભાઇ?ગોયલ, વોર્ડ નં. 7માં પરસોતમભાઇ ઝેર અને વોર્ડ નં. 8માં ખીમજીભાઇ બરારિયા સભ્ય તરીકે વિજેતા થયા હતા અને વોર્ડ નં. 3 અને 4ના સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાનું ચૂંટણી અધિકારી સામતભાઇ વસરાએ જણાવ્યું હતું. રાપર (ખોખરા) ખાતે માત્ર સરપંચ પદની પેટા ચૂંટણીમાં રાણીબેન ગોયલ 485 મત મેળવી વિજયી બન્યા હતા,  તેમના હરીફ કમીબેન મકવાણા 245 મત મેળવી શક્યા હોવાનું ચૂંટણી અધિકારી નવીનભાઇ મારૂએ જણાવ્યું હતું. લખપત તાલુકાના પાનધ્રો ગામના એકમાત્ર વોર્ડ નં. 7 માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાવિકાબેન ગોસ્વામી વિજેતા બન્યા હતા. તેમણે 188 મત પ્રાપ્ત કર્યા હતા. તો હરીફ હંસાબેન પારાધીને 60 મત મળ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer