માંડવીમાં રામ મંદિરના નિર્માણ અર્થે કથા દ્વારા રકમ એકત્ર

માંડવીમાં રામ મંદિરના નિર્માણ અર્થે કથા દ્વારા રકમ એકત્ર
માંડવી, તા. 18 : અહીંના લોહાણા મહાજન દ્વારા પુન: નિર્માણ પામેલા રામ મંદિર નિભાવ અને નિર્માણ માટે યુવક મંડળ દ્વારા સંત હરિભાઇ પોપટના વ્યાસાસને રામ મંદિર ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથામાં આવેલા દાનમાંથી કથા ખર્ચ બાદ કરી અને ઉષા મા, ગં.સ્વ. સાવિત્રીબેન ચોથાણીના હસ્તે મહાજનના પ્રમુખ હરિશભાઇ ગણાત્રાને રૂા. 1,61,251 અર્પણ કરવામાં આવ્યા હતા.કથાના આયોજન માટે અંદાજિત ખર્ચ રૂા. 1,50,000ની અપીલ માંડવીના પ્રતાપભાઇ ચોથાણી મારફતે મસ્કતમાં રહેતા ડો. ચંદ્રકાંતભાઇ ચોથાણીને મોકલાવાતાં તેઓ દ્વારા આ કથાના આયોજન માટે રૂા. 1,52,000નું અનુદાન માત્ર 72 કલામાં એકત્રીત કરી અને લોહાણા યુવક મંડળને મોકલાવ્યું હતું. રકમમાંથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથામાં ખર્ચ બાદ કરી અને લોહાણા યુવક મંડળે નક્કી કરેલી 10 દિવસની મુદતમાં રામકથા અંગેનો હિસાબ તેમજ ખર્ચની રકમ બાદ કરી અને બાકી જમા રહેતી રકમ મહાજનના પ્રમુખને અર્પણ કરવામાં આવી હતી. રકમ સ્વીકારતાં મહાજનના પ્રમુખ હરિશભાઇ ગણાત્રાએ યુવક મંડળની પ્રવૃત્તિની પ્રશંસા કરી યુવક મંડળના પ્રમુખ હસમુખભાઇ ઠક્કરને અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. મંદિરના નિર્માણ માટે યુવક મંડળ તરફથી મળેલા ફાળા બદલ આભારની લાગણી વ્યક્ત કરાઇ હતી અને યુવક મંડળની દરેક પ્રવૃત્તિમાં મહાજનનો હરહંમેશ સહયોગ મળતો રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી. યુવક મંડળ તરફથી ભવિષ્યમાં પણ આવા ઉમદા ધાર્મિક કાર્યોના આયોજન કરાતા રહે તેવી અપીલ તેમના તરફથી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં રૂપિયા અર્પણ કરતાં ઉષા માએ યુવક મંડળના કથાના આયોજનની  પ્રશંસા કરી આશીર્વાદ આપ્યા હતા. તેમજ યુવક મંડળ દ્વારા ધાર્મિક કાર્યમાં પોતાના તરફથી સહયોગ મળતો રહેશે તેવી ખાતરી આપી હતી. હિસાબો પ્રોજેકટ ચેરમેન મૌલિકભાઇ ચંદારાણાએ આપ્યા હતા. ઉપપ્રમુખ શશીકાંતભાઇ ચંદે, ખજાનચી દીપકભાઇ સોનાઘેલા, કિશોરભાઇ ચોથાણી, જિતેન્દ્રભાઇ ગણાત્રા,નીલેશ ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer