મોટા રેહામાં શિક્ષણની અગત્યતા જણાવી ચાલીસેક છાત્ર-છાત્રાઓનું સન્માન કરાયું

મોટા રેહામાં શિક્ષણની અગત્યતા જણાવી ચાલીસેક છાત્ર-છાત્રાઓનું સન્માન કરાયું
મોટા રેહા, તા. 18 : અહીં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેમાન પદે સૈયદ ઝલાલશા બાપુ (સિનુગ્રા)એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સન્માન કરી જણાવ્યું હતું કે, સૌ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથોસાથ દીનની તાલીમ પણ જરૂરી છે. બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવા માટે વાલીઓને ટકોર પણ કરી હતી. ઈબ્રાહિમભાઈ હાલેપોત્રા (પ્રમુખ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ)એ જણાવ્યું કે, શિક્ષણ વિનાનું જીવન વ્યર્થ છે. અબ્દુલભાઈ રાયમાએ એકસંપથી રહેવા કહ્યું હતું. આ અવસરે ગામના લગભગ 40 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ઈનામોરૂપી ભેટ અપાઈ હતી. સોહેલ થેબાએ પણ શિક્ષણથી લઈને ટેકનોલોજી સુધીનું જ્ઞાન આપ્યું હતું. ઉપસ્થિત મહેમાનોમાં મજીદભાઈ પઠાણ (ભુજ), ઈકબાલભાઈ લુહાર (ઉપસરપંચ-રેહા)એ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. સંચાલન મોટા રેહા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરાયું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer