અફઘાન સામે ઇંગ્લેન્ડની 150 રને જીત

માન્ચેસ્ટર, તા. 18 : વિશ્વકપની 24મી મેચમાં આજે યજમાન ઇંગ્લેન્ડની ટીમે અફઘાનિસ્તાનને 150 રને પછડાટ આપી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કર્યા બાદ છ?વિકેટે 397 રન કર્યાના જવાબમાં અફઘાનિસ્તાનનો પ્રારંભ જ નબળો રહ્યો હતો અને 52 રને બે વિકેટ?ગુમાવી દીધી હતી. ઓપનર નૂર અલી શૂન્ય રને આઉટ?થયા બાદ કપ્તાન ગુલબદીને 37 અને રહમત?શાહે 46 રન કરી બીજી વિકેટ માટે મહત્ત્વની ભાગીદારી કરી હતી. હસમતૌલા શાહીદીએ 76 અને અસગર અફઘાને 44 રન કર્યા એ સિવાય કોઇ બેટધર ટકી શક્યા નહોતા અને અંગ્રેજોના જંગી સ્કોર સામે વામણા પુરવાર થયા હતા. આર્ચર અને રાશીદે ત્રણ-ત્રણ?વિકેટ લીધી હતી તો વૂડે બે વિકેટ?ખેરવી હતી. અગાઉ કેપ્ટન ઇયાન મોર્ગને રેકોર્ડબ્રેક 17 છગ્ગાની મદદથી અફઘાનિસ્તાન સામે ઇંગ્લેન્ડે રનનો ધોધ વહાવીને પ0 ઓવરમાં 6 વિકેટે 397 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગને આતશી ઇનિંગ રમીને 17 છગ્ગા અને 4 ચોગ્ગાની વિક્રમી 148 રન માત્ર 71 દડામાં બનાવ્યા હતા. મોર્ગને વન-ડે ઇન્ટરનેશનલમાં 17 છગ્ગા લગાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. મોર્ગનના 148 રન સિવાય જો રૂટે 82 દડામાં પ ચોગ્ગા અને 1 છગ્ગાથી 88 અને ઓપનર જોની બેયરસ્ટોએ 99 દડામાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાથી ધુંઆધાર 90 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની આક્રમક બેટિંગ સામે આજે અફઘાનિસ્તાનના તમામ બોલર ધોવાઇ ગયા હતા. મર્યાદિત ઓવરના શ્રેષ્ઠ સ્પિનર ગણાતા અફધાનિસ્તાનના રશિદ ખાને આજે 9 ઓવરમાં 110 રન આપીને વિશ્વકપમાં સૌથી વધુ રન અપાવાનો અણગમતો વિક્રમ તેના નામે કર્યો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ઓલ્ડ ટ્રેફર્ડની સપાટ વિકેટ પર દાવ લેવાનું પસંદ કર્યું હતું. જેમ્સ વિન્સી (26)ની વિકેટ પડયા બાદ બેયરસ્ટો અને રૂટ વચ્ચે બીજી વિકેટમાં 120 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. બેયરસ્ટો 10 રને સદી ચૂકીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. આ પછી કેપ્ટન ઇયાન મોર્ગનનું પાવર બેટિંગ શરૂ કરી હતી. તેણે છગગાની આતશબાજી કરી હતી. મોર્ગને તેના 100 રન માત્ર પ7 દડામાં 11 છગ્ગા અને 3 ચોગ્ગાથી પૂરી કરી હતી. આ પછી પણ તે અટકયો ન હતો અને અફઘાન બોલરોની સતત ધોલાઇ કરતો રહ્યો હતો. તેના અને રૂટ વચ્ચે ત્રીજી વિકેટમાં 102 દડામાં 189 રનની ધસમસતી ભાગીદારી થઇ હતી. રૂટ 88 રને આઉટ થયો હતો. આ પછી મોર્ગન પણ તેની આતશી ઈનિંગમાં 17 છગ્ગાથી 148 રને પાછો ફર્યો હતો. આખરી બે ઓવરમાં મોઇન અલીએ કેમિયો ઇનિંગ રમી હતી. તેણે માત્ર 9 દડામાં 4 છગ્ગા અને 1 ચોગ્ગાથી અણનમ 31 રન કર્યાં હતા. આથી ઇંગ્લેન્ડના પ0 ઓવરમાં 6 વિકેટે 397 રન બન્યા હતા. અફઘાનિસ્તાન તરફથી દાવત ઝરદાર અને મોહમ્મદ નૈબે 3-3 વિકેટ લીધી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer