હવેથી કોઇપણ શાળાના શિક્ષકો દ્વારા ટયૂશન કરાવવા પર પ્રતિબંધ

ભુજ, તા. 18 : સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, સમાજ કલ્યાણના શૈક્ષણિક કે બિનશૈક્ષણિકના સ્ટાફ સહિત હવેથી કોઇપણ શિક્ષકો ખાનગી ટયૂશન કરાવી શકશે નહીં તેવો પરિપત્ર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા બહાર પડાયો છે. જિલ્લા શિક્ષણ વિભાગમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સરકારી માન્યતા ધરાવતા કોઇપણ સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પોતાની શાળા કે શાળા બહાર મહેનતાણું લઇને અથવા મહેનતાણું લીધા સિવાય ટયૂશન કરાવી શકશે નહીં. આ માટે સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્ય અથવા શાળા સંચાલક મંડળની રહેશે તેવું પરિપત્રમાં જણાવાયું છે. આ ઉપરાંત શિક્ષકો ટયૂશન, કોચિંગ ચલાવતા નથી તેવી સ્ટેમ્પ પર બાંહેધરી લેવાની રહેશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer