ભુજમાં પ્રથમવાર ડુઓથ્લોન, ગ્રીન રાઈડ યોજાશે

ભુજ, તા. 18 : શહેરમાં પ્રથમવાર ડુઓથ્લોન અને ગ્રીન રાઈડનું આગામી તા. 30/6ના આયોજન કરાયું છે. ભુજની લાયન્સ ક્લબ બાઈસિકલ ક્લબ, ભુજ રનર્સ દ્વારા કચ્છમત્રિના પ્રચાર-પ્રસાર સાથે યોજાનાર ડુઓથ્લોનમાં 5.30 કલાકે રિપોર્ટિંગ અને 6 કલાકે સ્ટાર્ટ અપાશે. પ્રથમ 20 કિ.મી. સાઈકલિંગ તથા ત્યારબાદ 5 કિ.મી.નું રનિંગ જ્યુબિલી ગ્રાઉન્ડથી શરૂ થશે. આ માટે રજિસ્ટ્રેશન ચાર્જ રૂા. 400 છે.  ત્રણ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીયને પુરસ્કૃત કરાશે.15 કિ.મી. સાઈકલિંગની ગ્રીન રાઈડનું રિપોર્ટિંગ સવારે 6 કલાકે તેમજ 6.30 કલાકે જ્યુબિલી ગ્રાઉન્ડથી સ્ટાર્ટ અપાશે.  જેનો રજિસ્ટ્રેશન ચાર્જ રૂા. 200 રખાયો છે. ભાગ લેનારને જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે બ્રેકફાસ્ટ અપાશે અને ગ્રાઉન્ડ ખાતે જ પ્રથમ વખત ઝુમ્બા ડાન્સ યોજાશે.આ કાર્યક્રમમાં કતિરા ક્યુબ ઈમેજિંગ સેન્ટર, આશ સેવિંગ સ્પેસ, ભારત ગ્રુપ, સનત જીમ, સ્માર્ટ એલ.ઈ.ડી. ક્રીન, શાહ ટાયર અને હર્ષદ ભીંડે સહકાર આપશે. ભાગ લેનારને ચા-કોફી દીપક ચા તરફથી અપાશે. ભાગ લેવા ઈચ્છુકે તા. 20 જૂન સાંજે 5 કલાક સુધી રજિસ્ટ્રેશન કરાવવું. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ગૂગલ લિંક https://docs.google.com/forms/d/e/1FAlpQLSfPGyMJnt5GqM1c1Ycp35f3EFsgHQtBwo9bpPi3_VHoe0UaSQ/viewform  તેમજ હાર્ડ કોપી ફોર્મ દીપ મેડિકલ, ડો. વી.એચ. પટેલ હોસ્પિટલની બાજુમાં, હોસ્પિટલ રોડ તેમજ મધુ ઓપ્ટિક્સ, સંતોષી માતાના મંદિરની બાજુમાંથી મળી શકશે. વધુ વિગત માટે જિજ્ઞેશ શાહ 98258 95495, જમીર ચોથાણી 94264 99702, અમર શાહ 98796 71800, જિજ્ઞેશ જેઠવા 94294 03677નો સંપર્ક સાધવો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer