ઓનલાઈનમાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર ગેરહાજરી

ભુજ, તા. 18 : કમિશનર શાળાઓની કચેરી-ગાંધીનગર દ્વારા કચ્છમાં નવા સત્રથી શરૂ કરાયેલી ઓનલાઈન હાજરીમાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર પ1થી 60 ટકા જેટલી ઓછી નજરે ચડી છે. પરંતુ શિક્ષકોની હાજરી 91થી 100 ટકા નોંધાઈ છે. રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ગુટલી મારતા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પર નજર રાખી શકાય તેવા આશયથી કચ્છમાં પણ નવા સત્રથી શરૂ કરાયેલી ઓનલાઈન હાજરીમાં વિદ્યાર્થીઓ હજુ પણ ઓછા આવતા હોવાનું સામે આવ્યું છે. આ હાજરીમાં પ1થી 60 ટકા છાત્રો શાળામાં હાજર રહે છે. જે બાબતે આચાર્યોએ ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી હોવાનો મત શિક્ષણ વિભાગમાંથી વ્યક્ત થઈ રહ્યો છે. પરંતુ હજુ અમુક શાળાઓમાં પ્રવેશપ્રક્રિયા પણ ચાલી રહી હોવાથી હાજરી ઓછી હોવાનું કારણ પણ છે. જો કે, નવા સત્રથી એક અઠવાડિયા દરમ્યાન શરૂ થયેલી આ પ્રક્રિયા દરમ્યાન ઓનલાઈન હાજરીમાં શિક્ષકોની સંખ્યા 91થી 100?ટકા રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન હાજરીનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ (ગ્રામ્ય)ના બાવળામાંથી શરૂ કરાયા બાદ તેમાં સફળતા મળતાં નવા સત્રથી રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer