ભુજના ધબેરાઈ તળાવ પર થતું બાંધકામ અટકાવો

ભુજ, તા. 18 : શહેરના સરપટ નાકા બહાર કોલીવાસની બાજુમાં આવેલ ધબેરાઈ તળાવ પર થતું બાંધકામ અટકાવવા જિલ્લા કલેક્ટર પાસે ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠને રજૂઆત કરી હતી. સંગઠનના આમદભાઈ સમા અને જુમાભાઈ સમાએ જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ દબાણ કરી બાંધકામ થતું હતું તે વખતે સરકારી કચેરીઓ અને પોલીસ ખાતાની મદદથી દબાણ દૂર કરાવી શક્યા હતા. આ દબાણ દૂર કરાવવા અને વથાણ માટેની જગ્યા જાહેર કરવા માંગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer