કોટડા (ચ) ગામે ખુલ્લી ડી.પી.ના લીધે વીજશોકથી બે ગાયનાં મોત

કોટડા (ચકાર), તા. 18 : વીજતંત્રના વાંકે આજે વીજશોકથી બે દૂધાળી ગાયોના વથાણમાં મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઇ છે. વથાણમાં વર્ષો જૂની જર્જરિત ઉઘાડી ડીપીને બદલાવવા ગ્રામ પંચાયતના સરપંચ પૃથ્વીરાજસિંહ પી. જાડેજા અને તા.પં. સભ્ય સજુભા મનુભા જાડેજાએ માધાપર વીજ કચેરીને  છેલ્લા દોઢેક વર્ષથી માગણી કરી છે કે, ડી.પી. દૂર લઇ જવી જોઇએ, સામે વીજ કંપનીએ નવી ડી.પી. પણ?તૈયાર કરી પણ તેને  જોડાણ આપ્યું નહીં તેમાં જૂની ખુલ્લી ડીપીમાં બે ગાયો હોમાઇ ગઇ હતી. હવે જો પગલાં નહીં લેવાય તો માણસનો ભોગ લેવાશે, તેવો ભય વ્યકત કર્યો હતો. નૂરમામદ સમા અને બટુકસિંહ જાડેજાએ ગાયોના વળતરની માંગ કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer