`ભાડા'' સામે ઉપવાસ પર બેઠેલા બે ચળવળકારે ઇચ્છા મૃત્યુની માંગ કરી

ભુજ, તા. 18 : શહેરમાં ભુજ વિકાસ વિસ્તાર સત્તા મંડળ દ્વારા ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધના બાંધકામો સામે કોઇ કાર્યવાહી ન થતાં આ સામે બે ચળવળકારો 11/6થી અનિશ્ચિત કાળના ઉપવાસ પર બેસી ગયા છે અને હવે અરજદારોએ ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. 2001માં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે હજારો લોકોનાં મૃત્યુ થયા હતા. આવું ફરી ન બને તે માટે દત્તેશ ડી. ભાવસાર તથા ઇશ્વરગિરિ?વી. ગોસ્વામીએ ભાડા સામે લડત આદરી છે. શહેરમાં ગેરકાયદે અને નિયમ વિરુદ્ધના બાંધકામો સામે કાર્યવાહી કરવા ઉપવાસ આદરવા છતાં કોઇ આ ચળવળકારોની પૃચ્છા ન કરતાં કે અરજદારોએ 15 દિવસમાં જાહેરમાં જ્યુબિલી સર્કલ પાસે `ઇચ્છા મૃત્યુ'ની પરવાનગી આપવા રાષ્ટ્રપતિથી લઇને કલેક્ટર સુધી બધાને પત્રવ્યવહાર કર્યો છે. જો આ પરવાનગી ન મળે તો 15 દિવસ બાદ લેવાયેલા આ અંતિમ પગલાંની જવાબદારી સૌની રહેશે તેવી ગંભીર ચીમકી પણ લખાયેલા પત્રમાં અપાઇ છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer