માનકૂવામાં રૂપિયાની લેતીદેતી મામલે હુમલામાં એકને ઇજા

ભુજ, તા. 18 : તાલુકાના માનકૂવા ગામે રૂપિયાની લેતીદેતીના મામલે લાકડી અને ટામી વડે થયેલા હુમલામાં ગામના કોડકી રોડ ઉપર ક્રિશ્ના સિટી ખાતે રહેતા હરેશભાઇ અજિત ભાવસાર (ઉ.વ.50)ને પગમાં અસ્થિભંગ સહિતની ઇજા થઇ હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલે સવારે બનેલી આ ઘટના બાબતે માનકૂવાના દિગ્વિજયાસિંહ ગુલાબાસિંહ વાઘેલા અને તેની સાથેના અજાણ્યા ઇસમ સામે ફરિયાદ લખાવાઇ હતી. પાંચેક વર્ષ પહેલાં અપાયેલા રૂપિયાની લેતીદેતીના મામલે આ બનાવ બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે. માનકૂવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer