ભુજમાં ધાણીપાસા વડે જુગાર રમતા છ જણ પોલીસ સકંજામાં

ભુજ, તા. 18 : શહેરમાં ખારસરા ગ્રાઉન્ડ પાછળના વિસ્તારમાં રાજગોર સ્મશાનગૃહ પાસે સમાવાસમાં ખંડેર જેવા મકાનની બહાર ખુલ્લી જગ્યામાં ધાણીપાસાનો જુગાર રમી રહેલા છ ખેલીને રૂા. 15,740ની રોકડ રકમ સાથે પકડી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આજે ઢળતી બપોરે કરાયેલી આ કાર્યવાહીમાં ભુજના સુરેશ કાન્તિલાલ રાજગોર, નીતિન જટાશંકર ગોર, અજય ઉમિયાશંકર ગોર, ભરત શાંતિલાલ ગોર, હનિફ નૂરમામદ સમા અને જબ્બાર નૂરમામદ સમાને પકડાયા હતા. તેમની પાસેથી પાંચ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 19,240ની માલમતા કબજે કરી એ. ડિવિઝન પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer