માધાપરમાં કારની હડફેટમાં સ્કૂટર ચાલક પ્રૌઢ ઘવાયા

ભુજ, તા. 18 : તાલુકાના માધાપર ગામે તુલસી હોટલ સામેના ધોરીમાર્ગ ઉપર અજાણી કાર હડફેટે આવી જવાથી એક્ટિવા સ્કૂટર ચાલક રમણીકલાલ અમીચંદભાઇ ઠકકર (ઉ.વ.55)ને માથા અને ખભામાં ઇજા થઇ હતી. આજે બપોરે બનેલી આ ઘટના બાદ ભોગ બનનારા પ્રૌઢને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ અજાણી કારનો ચાલક વાહન સાથે નાસી ગયો હતો તેવું પોલીસ સમક્ષ લખાવાયું છે. બી. ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer