ભુજમાં ગ્રાઇંડર યંત્ર છટકતાં શ્રમજીવી યુવાન થયો જખ્મી

ભુજ, તા. 18 : શહેરમાં રામનગરી વિસ્તારમાં ચારણવાસ ખાતે અકસ્માતે ગ્રાઇંડર યંત્ર છટકતાં મુકેશ પૂંજાભાઇ ચારણ (ઉ.વ.25)ને સાથળમાં ગંભીર ઇજાઓ થઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ ભોગ બનનારો શ્રમિક યુવાન ગ્રાઇંડર મશીનથી લાકડાની આડી કાપવાનું કામ કરી રહ્યો હતો ત્યારે આજે બપોરે તેને આ અકસ્માત નડયો હતો. તેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બી. ડિવિઝન પોલીસે છાનબીન હાથ ધરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer