અંજારમાં કાલથી લક્ષ્મી બાલાજી મંદિરનો કલ્યાણ મહોત્સવ ઊજવાશે

અંજાર, તા. 18 : અહીંના લક્ષ્મી બાલાજી મંદિરનો દશમો વાર્ષિક કલ્યાણ મહોત્સવ ડો. શ્યામસુંદર સાહેબના નેતૃત્વ હેઠળ આગામી તા. 20ના ગુરુવારથી તા. 22/6 શનિવાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ સહિત બાલાજી સેવા ટ્રસ્ટ દ્વારા ઊજવાશે. પ્રથમ દિવસે સવારે વિશ્વ સેન પૂજા અને સાંજે અંકુર અર્પણા અને રાત્રે  9.30 વાગ્યે  સંતવાણીનો કાર્યક્રમ  યોજાશે, જ્યારે બીજા દિવસે સુપ્રભાત સેવા, તોમાલા સેવા, અષ્ટોતર કળશ અભિષેકમ, સાંજે 5.30 વાગ્યે રામેશ્વરાનંદ સરસ્વતીચંદ્ર બાપુ (મહંત), ચિંતન કુટિર, દુધઇ ટેકરી ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે, સાંજે 6 વાગ્યે વાર્ષિક કલ્યાણ મહોત્સવ ઊજવાશે, જેમાં પૂજનવિધિ તિરૂપતિ મંદિરના પૂજારી શાત્રી નારાયણ આચાર્ય તથા અંજાર બાલાજી મંદિરના પૂજારી નારાયણ ભટ્ટાચાર્ય દ્વારા સંપન્ન થશે.સાંજે ભગવાનની વિશેષ મહાપૂજા તેમજ આરતી અને મહાપ્રસાદ યોજાશે. ત્રીજા દિવસે વરસાદની વૃદ્ધિ થાય તે માટે સુદર્શન યજ્ઞ અને સાંજે શોભાયાત્રા  સ્વામિનારાયણ મંદિરથી નીકળશે તેવું ટ્રસ્ટી વિજય રાવલ સહિતના ટ્રસ્ટીઓની સંયુકત યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer