બાંગલાદેશના હાથે વિન્ડિઝને મળી હાર

બાંગલાદેશના હાથે વિન્ડિઝને મળી હાર
ટોનટન, તા. 17 : શાકીબ અલ હસન (124*) અને લિટન દાસ (94*)ની મદદથી બાંગલાદેશે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવી વિશ્વકપમાં પોતાનો બીજો વિજય નોંધાવ્યો હતો. વિન્ડિઝે 50 ઓવરમાં આઠ વિકેટે 321નો સ્કોર બનાવ્યો હતો જેને બાંગલાદેશે ત્રણ વિકેટ ગુમાવી માત્ર 41.3 ઓવરમાં જ પાર પાડી દીધો હતો. 322 રનના વિશાળ લક્ષ્યાંકનો બાંગલાદેશે શાનદાર રીતે પીછો કર્યો હતો. ઓપનર ઇકબાલ અને સૌમ્ય સરકારે પ્રથમ વિકેટ માટે બાવન રન જોડયા હતા. સરકાર (29) પહેલી વિકેટના રૂપમાં રસેલનો શિકાર બન્યો હતો. અર્ધી સદીથી જરાક ચૂકનારા ઇકબાલે (48) શાકીબ અલી સાથે બીજી વિકેટ?માટે 49 રનની ભાગીદારી કરી હતી. જો કે, તમીમ અને મુસ્તફીઝુર (1)ની વિકેટો જલ્દી પડતાં બાંગલાદેશ સંકટમાં દેખાયું હતું પરંતુ લિટન દાસ (69 દડામાં અણનમ 94) અને શાકીબે ટીમને માત્ર સંકટમાંથી જ બહાર ન લાવી પરંતુ આસાનીથી વિજયના દ્વારે પહોંચાડી હતી. શાકીબે 99 દડામાં 16 ચોગ્ગા વડે 124 રન સાથે સ્પર્ધાની બીજી સદી નોંધાવી હતી. વિન્ડિઝના બોલરો શાકીબ અને લિટન દાસની જોડી સામે અસહાય જણાયા હતા. રસેલ અને થોમસ જ 1-1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. આ અગાઉ ટોચના ક્રમના બેટધરોની શાનદાર અને આક્રમક ઇનિંગ બાદ આખરી પ ઓવરમાં 33 રન જ કરી શકનાર અને ગેલ-રસેલ જેવા આતશી ફટકાબાજ ઝીરોમાં આઉટ થવા છતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ વિશ્વ કપના આજની મેચમાં બાંગલાદેશ સામે પ0 ઓવરના અંતે 8 વિકેટે 321 રનનો મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી પ્રતિભાશાળી વિકેટકીપર-બેટસમેન શાઇ હોપ ચાર રને સદી ચૂકી ગયો હતો. આ સિવાય ઇવિન લૂઈસે 70 અને સિમરોન હેટમાયરે પ0 રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી સૈફુદ્દીન અને મુસ્તફિઝુરે 3-3 વિકેટ લીધી હતી. બાંગલાદેશના સુકાની મોર્તઝાએ ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ પસંદ કરી હતી. વિન્ડિઝની શરૂઆત નબળી રહી હતી. તેનો મુખ્ય બેટસમને ક્રિસ ગેલ 13 દડાનો સામનો કરીને ઝીરોમાં આઉટ થયો હતો. 6 રને પહેલી વિકેટ પડયા બાદ લેવિસ અને હોપ વચ્ચે બીજી વિકેટમાં બાંગલાદેશના બોલરોની ધોલાઇ કરીને 116 રનની જોરદાર ભાગીદારી થઇ હતી. લેવિસે 67 દડામાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાથી 70 રન કર્યાં હતા. આ પછી પૂરને 2પ રનનું યોગદાન આપ્યું હતું. ચોથી વિકેટમાં હોપ અને હેટમાયર વચ્ચે 83 રનની ભાગીદારી થઇ હતી. હેટમાયરે માત્ર 26 દડામાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાથી આતશી પ0 રનની ઇનિંગ રમી હતી. હોપ ચાર રને સદી ચૂકી ગયો હોત. તેણે 121 દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાથી 96 રન બનાવ્યા હતા. સુકાની હોલ્ડરે માત્ર 1પ દડામાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાથી 33 રન કર્યાં હતા. ગેલની જેમ રસેલ પણ ઝીરોમાં આઉટ થયો હતો. આમ છતાં પ0 ઓવરના અંતે વેસ્ટ ઇન્ડિઝે 8 વિકેટે 321 રન કરવામાં સફળ રહ્યંy હતું. બાંગલાદેશ તરફથી મુસ્તફિઝુરે પ9 રનમાં 3 અને સૈફુદ્દીને 72 રનમાં 3 વિકેટ લીધી હતી. સ્કોરબોર્ડ વેસ્ટ ઇન્ડિઝ : ગેલ કો. રહીમ બો. સૈફુદ્દીન 0, લેવિસ કો. શબ્બીર બો. શકિબ 70, હોપ કો. લિટન દાસ બો. મુસ્તફિઝુર 96, પૂરન કો. સરકાર બો. શકિબ 2પ, હેટમાયર કો. તમીમ બો. મુસ્તફિઝુર પ0, રસેલ કે. રહીમ બો. મુસ્તફિઝુર 0, બ્રાવો બોલ્ડ સૈફુદ્દીન 19, થોમસ નોટઆઉટ 6, વધારાના 22, કુલ પ0 ઓવરમાં 8 વિકેટે 321. વિકેટ પતન : 1-6, 2-122, 3-1પ9, 4-242, 5-243, 6-282, 7-297, 8-321 બોલિંગ : મોતર્ઝા : 8-1-37-0, સૈફુદ્દીન : 10-1-72-3, મુસ્તફિઝુર : 9-0-પ9-3, મહેંદી હસન : 9-0-પ7-0, હુસેન : 6-0-36-0, શકિબ : 8-0-પ4-2 બાંગલાદેશ : તમીમ ઇકબાલ રનઆઉટ 48, સૌમ્ય સરકાર કો. ગેલ બો. રસેલ 29, શાકીબ અલ હસન (અણનમ) 124, મુસ્તફિઝુર રહીમ કો. હોપ બો. થોમસ 1, લિટન દાસ (અણનમ) 94, વધારાના 26, કુલ્લ 41.3 ઓવરમાં ત્રણ વિકેટે 322. વિકેટ પતન : 1-52, 2-121, 3-133. બોલિંગ : કોટ્રેલ : 10-0-65-0, હોલ્ડર : 9-0-62-0, રસેલ : 6-0-42-1, ગેબ્રિયલ : 8.3-0-78-0, થોમસ : 6-0-52-1, ગેલ : 2-0-22-0.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer