રાત્રે જખૌ બંદરની વસાહત સ્થળાંતરિત

નલિયા, તા. 17 : ભારે વરસાદની આગાહીનાં પગલે કંડલા બંદરના લોકોને સ્થળાંતરિત કરાયા બાદ રાત્રે અબડાસાના કાંઠાળ વિસ્તારના લોકોને સાબદાં કરી જખૌ બંદરે એલર્ટ જાહેર કરાયું છે. બંદરીય વસાહતને જખૌ ગામમાં ખસેડાઇ રહી છે. જખૌની ગ્રામ પંચાયત કચેરીમાં 60 જેટલા લોકોને આશ્રય અપાયો છે. વહીવટી તંત્રે જખૌ બંદરે ટીમો મોકલી માનવ વસ્તી ખાલી કરાવવાની તજવીજ હાથ ધરી છે. વાયુ વાવાઝોડું અન્યત્ર ફંટાવવાની સાથે તેની તીવ્રતા ઓછી થઇ ગઇ છે પણ લો પ્રેશરનાં પગલે ભારે વરસાદની આગાહીનાં કારણે કાંઠાળ વિસ્તારને સાબદાં કરાયા હોવાનું મામલતદાર સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું. મોડીસાંજ પછી અબડાસાના કેટલાક વિસ્તારમાં ઝરમરિયા છાંટા સ્વરૂપે વરસાદ વરસવાનું ચાલુ થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer