બાબરને જે દડામાં આઉટ કર્યો તે `ડ્રીમ ડિલિવરી'': કુલદીપ

માંચેસ્ટર, તા. 19 : ભારતના ચાઇનામેન બોલર કુલદીપ યાદવનું કહેવું છે કે જે દડા પર પાકિસ્તાના મિડલઓર્ડર બેટ્સમેન બાબર આઝમને આઉટ કર્યો તે એની `ડ્રીમ ડિલિવરી' હતી. રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં કુલદીપે એક ચમત્કારિક દડો ફેંકીને બાબર આઝમને બોલ્ડ કર્યો હતો. કુલદીપના આ દડાની ચોમેર પ્રશંસા થઈ રહી છે. કુલદીપનો દડો 78 કિલોમીટરની રફતારથી આવ્યો હતો. જે ઓફ સ્ટમ્પની બહાર ટપ્પો ખાઇને પછી ઘણો જ ઝડપથી અંદર આવ્યો હતો. જેને બાબર કાંઈ સમજે તે પહેલાં તો તે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. મેચ બાદ કુલદીપે કહ્યંy વરસાદના બ્રેક બાદ મેં એ દડો ફેંક્યો હતો. દરેક સ્પિનર આવા દડાને પસંદ કરે છે. આ એક શાનદાર ડ્રીમ ડિલિવરી અને ટેસ્ટ મેચની હતી. બેટધરને હવામાં લલચાવ્યો અને બિટ કરીને બોલ્ડ કર્યો. સચોટ દડો. મેચ બાદ સુકાની કોહલીએ પણ કુલદીપના બોલની પ્રશંસા કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer