માંડવી તા.ના 15 નીરણ કેન્દ્ર વરસાદ સુધી ચાલુ રખાશે

માંડવી તા.ના 15 નીરણ કેન્દ્ર   વરસાદ સુધી ચાલુ રખાશે
માંડવી, તા. 17 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. ચેરિ. ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષે અછતની વિકટ સમસ્યામાં ઘાસચારાની ઘટમાં ગાયોને રાહત આપવા મહાજન વિહોણા ગામોમાં દાતાઓના સહયોગથી ચાલી રહેલા 15 નીરણ કેન્દ્ર પર જૂન-જુલાઈ માસ વરસાદના આગમન સુધી લીલા ચારાનું નીરણ ચાલુ રાખવામાં આવશે એવી ચેમ્બરની ખાતરી છે. આ અંગે માંડવી ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, લીલાચારા નીરણના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા સહિત તમામ કારોબારી સભ્યોના જણાવ્યા મુજબ મે માસ દરમ્યાન 110થી વધારે ગાડીઓ દ્વારા સવા પાંચ લાખ કિલો લીલી મકાઈ રૂા. પંદર લાખના ખર્ચે ખરીદીને રાહત આપવા ગામે ગામના પાદરમાં રોજિંદી મોકલવામાં આવી હતી. ચેમ્બરે માર્ચ 2019થી શરૂ કરેલા નીરણ કેન્દ્રો પર જૂન-જુલાઈ માસ દરમ્યાન વરસાદના આગમન દરમ્યાન લીલો ચારો નીરણ કરવાનું ચાલુ રાખવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. રખડતી-ભટકતી, માલિકોએ તરછોડી દીધેલી ગાયો તથા તેમના વંશજો સહિત આમતેમ છૂટથી ફરતા મારકણા આખલાઓને નીરણમાં પ્રથમ પસંદગી આપે છે. ઘાસચારા માટે મોટું દાન આપનારાઓમાં પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશીના મિત્રો દ્વારા રૂા. 25 લાખ, પ્રદીપભાઈ શાહ (અમેરિકા) રૂા. 11 લાખ, સ્વભંડોળમાંથી રૂા. 11,51,000 તેમજ અન્ય દાતાઓનો સહકાર મળી રહેતા રૂપિયા 70 લાખનું દાન જમા થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer