વડવાને વિદ્યુત સમસ્યાઓનો ઘેરો : ખુલ્લા કટઆઉટ એટલે સતત જોખમ

વડવાને વિદ્યુત સમસ્યાઓનો ઘેરો :  ખુલ્લા કટઆઉટ એટલે સતત જોખમ
કોટડા (ચકાર), તા. 12 : ભુજ તાલુકામાં આવેલું વડવા ગામમાં વીજતંત્રની અનેક સમસ્યાઓ છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને `જ્યોતિગ્રામ' યોજના અંતર્ગત આવરી લેવાયા છે, ત્યારથી વીજકાપ નહીંવત થઇ ગયો છે. પરંતુ આ ગામમાં સાંજ પડે ને વીજ ધાંધિયા શરૂ થઇ જાય છે. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાઓના કારણે સાંજ પડતાં જ માત્ર 140-160 વોલ્ટેજ મળે અને એ પણ વધઘટ થતા રહે છે, જે ધારા ધોરણ મુજબ 230 વોલ્ટેજ મળવા જોઇએ, પરંતુ વોલ્ટેજ વધઘટના કારણે લોકોના ઘરોના ઉપકરણો બળી જાય છે તેવું ગામના હરિસિંહ જાડેજા અને હરભમજી જાડેજા કહે છે. બીજી બાજુ ગામમાં અનેક જગ્યાઓ પર વીજ થાંભલાઓ પરના કટઆઉટ જોખમી રીતે લટકી રહ્યા છે. લાંબા સમયથી આવા વીજ થાંભલા પર કટઆઉટ પરના ઢાંકણા ખુલ્લા છે જે ગામના અમુક વિસ્તારમાં જમીનથી માત્ર 3થી 4 ફૂટ નીચા આવા કટઆઉટ બોક્ષ શાળાઓ, બસ સ્ટેશન, ઘરોની પાસે આવેલ હોવાથી રમત-ગમત કરતા નાના બાળકો કે અન્ય લોકો કે મૂંગા પશુઓ માટે પણ આ જીવલેણ થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer