ઈજાગ્રસ્ત ભુવનેશ્વરકુમાર લગભગ ત્રણ મેચ ગુમાવશે

ઈજાગ્રસ્ત ભુવનેશ્વરકુમાર   લગભગ ત્રણ મેચ ગુમાવશે
માંચેસ્ટર, તા.17 : ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર પાકિસ્તાન સામેની મેચમાં પગના સ્નાયુ ખેંચાયા પછી મેચમાંથી બહાર થઇ ગયો હતો. ટીમ ઇન્ડિયાની જીત પછી કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે આ ઇજાને કારણે ભુવનેશ્વર આગામી 2-3 મેચ નહીં રમી શકે. તેની જગ્યાએ ફાસ્ટ બોલર શમી આગામી બે મેચમાં ટીમનો હિસ્સો બનશે. ભુવનેશ્વરની ઇજાની ગંભીરતા એ વાતથી મેળવી શકાય છે કે, તે તેની ત્રીજી ઓવર પણ પૂરી નહોતી કરી શકયો અને બે બોલ નાખીને મેદાનમાંથી બહાર થઇ ગયો હતો તેની જગ્યાએ વિજય શંકરે ઓવર પૂરી કરી હતી અને પ્રથમ દડે જ વિકેટ લીધી હતી. ભારતની આગામી ત્રણ મેચ અફઘાનિસ્તાન સામે (22 જૂને), વેસ્ટઇન્ડિઝ સામે (27 જૂને) અને ઇંગ્લેન્ડ સામે (30 જૂને) છે. આ સંજોગોમાં ટીમ ઇન્ડિયા માટે આ બીજું મોટું નુકસાન છે. શિખર ધવન પહેલેથી જ અંગૂઠામાં ફ્રેકચર થયું હોવાથી ટીમની બહાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer