પાકિસ્તાનની ટીમ પર માછલાં ધોવાયાં

નવી દિલ્હી, તા.17: આઇસીસી વર્લ્ડ કપમાં ભારત સામેની 89 રનની કારમી હાર બાદ પાકિસ્તાનની ટીમ તેના દેશમાં નિશાન પર છે. પાક. ક્રિકેટ ચાહકો ઉપરાંત ઇમરાન ખાન સરકારના કેબિનેટ મંત્રીએ પાકિસ્તાની ક્રિકેટ ટીમને આડે હાથ લીધી છે. પાક. ખેલાડીઓની હારથી મેદાન પરની તેમની સુસ્તી અને ફિટનેસને લઇને વધુ ગુસ્સો છે. પાક. સુકાની સરફરાઝના મેદાન પરના વારંવારના બગાસાથી ચાહકોમાં ભારે આક્રોશ છે. આ મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ પાક. ખેલાડીઓ વસીમ અકરમ અને રમીઝ રાજાએ પણ પાક. ખેલાડીઓની બોડી લેંગ્વેજ અને ફિટનેસની ટીકા કરી હતી. સુકાની સરફરાઝનો મેચમાં બગાસા ખાતો વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાઇરલ થઇ રહ્યો છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો પર પણ સુકાનીનો આ સુસ્ત અવસ્થાનો વીડિયો બતાવીને ટીમને હાર કેમ મળી તેનું વિશ્લેષણ થઇ રહ્યંy છે. બીજી તરફ પાક. સરકારના મંત્રી શિરીન મજારીએ વર્લ્ડ કપમાં ભારત સામેની હાર માટે સુકાની સરફરાઝ અહેમદ અને અનુભવી ખેલાડી શોએબ મલિકને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે બીજા એક મંત્રીએ ભારતીય ટીમને પ્રોફેશનલ ગણાવી હતી. મંત્રી શિરીને લખ્યું છે કે જ્યારે ખુદ સુકાની મેદાન પર બગાસા ખાતો હોય ત્યારે ફિલ્ડિંગ અસ્તવ્યસ્ત થવાની જ. મેચ પહેલાં ધ્રુમપાન થતું હોય છે. તેમણે એમ પણ કહ્યંy કે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવી મોટી ભૂલ હતી. મલિકનું પહેલા દડે આઉટ થવું પણ મોંઘુ પડયું. પાક. ચાહકોએ પણ સરફરાઝ અને તેની ટીમ પર માછલા ધોયા હતા. અને જીતને લાયક ટીમ નથી તેવું કહ્યંy હતું. ચાહકોએ કહ્યંy કે આપણા ખેલાડીઓમાં જીતનો જુસ્સો જ ન હતો. હાર સ્વીકારીને જ રમતા હોય તેવું લાગી રહ્યંy હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer