વિજયનો યશ રોહિત અને કુલદીપને આપતો વિરાટ

વિજયનો યશ રોહિત અને   કુલદીપને આપતો વિરાટ
માંચેસ્ટર તા. 17 : પાકિસ્તાન સામેની 89 રનની શાનદાર જીત બાદ ભારતીય સુકાની વિરાટ કોહલીએ સદીવીર રોહિત શર્મા અને મહત્ત્વની બે વિકેટ લેનારા ચાઇનામેન બોલર કુલદીપ યાદવની ભરપૂર પ્રશંસા કરી હતી. કોહલીએ મેચ બાદ કહ્યંy કે પહેલા હાફમાં એકલા રોહિતે અમને જીત અપાવી, જ્યારે બીજા હાફમાં અમે ટીમ પ્રયાસથી જીત મેળવી. આજે ફરી રોહિતનો દિવસ હતો. કુલદીપે જબરદસ્ત બોલિંગ કરી. પાકિસ્તાની બેટસમેનો કોઇ પણ રીતે તેની ઓવરો પૂરી કરવા માંગતા હતા. આ પ્રકારની પરિસ્થિતિમાં લાંબા સ્પેલમાં મદદ મળે છે. તેણે જે દડા પર બાબરને આઉટ કર્યો તે લાજવાબ હતો. ભારતીય સુકાનીએ એવી પણ ધરપત આપી કે ઝડપી બોલર ભુવનેશ્વરની ઇજા ગંભીર નથી. તે ફૂટમાર્ક પર સ્લિપ થઇ ગયો હતો. મારું માનવું છે કે બે મેચ બાદ તે લગભગ ફિટ થઇ જશે. વિરાટ કોહલીએ જણાવ્યું કે અમારી પાસે શમી હાજર છે. જેથી અમે વધુ ચિંતિત નથી. ભુવીને પણ લાગી રહ્યું છે કે તેની ઇજા ગંભીર નથી. આ સિવાય ભારતીય સુકાનીએ એમ પણ કહ્યંy કે અમારો ઇરાદો પાક સામે દબાણ વગર રમવાનો હતો. જેમાં અમે સફળ રહ્યા. બીજી કોઇ ખાસ અલગથી રણનીતિ બનાવી ન હતી. શરૂઆતમાં ફકત વિકેટ બચાવીને બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer