ભુજ વડનગરા નાગર મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો

ભુજ વડનગરા નાગર મંડળની  બેઠકમાં લેવાયેલા નિર્ણયો
ભુજ, તા. 17 : અહીંના વડનગરા નાગર મંડળ ભુજનો વાર્ષિકોત્સવ 14મી જુલાઈના યોજાશે. તાજેતરમાં મળેલી મંડળની કારોબારી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલાં વર્ષ?2019-20 માટે નવા પ્રમુખ તરીકે અભિજિત ભરતભાઈ ધોળકિયા, માનદ મંત્રી તરીકે ભાવિન કૈલાસચંદ્ર વોરા અને ખજાનચી તરીકે પ્રતીક કેતનભાઈ ધોળકિયાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. કારોબારી પહેલાંની સામાન્ય સભામાં વધુ ને વધુ જ્ઞાતિજનો નાગર મંડળના સભ્ય બને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આર્થિક યોગદાન સહિત મદદરૂપ બને તેવી ચર્ચા હાથ ધરાઈ હતી. પૂર્વ?પ્રમુખ આલોક ધોળકિયાએ જ્ઞાતિજનો તેમજ માર્ગદર્શન આપનાર સૌનો કારોબારી સમિતિના માધ્યમથી આભાર માન્યો હતો. તો ખજાનચી અંકિત વૈદ્યે ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા. નવનિયુક્ત પ્રમુખ અભિજિતભાઈએ જણાવ્યું હતું કે 14મી જુલાઈ, રવિવારે મેળાવડાનું આયોજન કરાશે. બાળકોને પ્રોત્સાહન મળે તે રીતે સમાજના દાતાઓ આગળ આવે તેવી અપીલ પણ કરી હતી. વડનગરા નાગર મંડળના મોડર્ન ટોકીઝ પાસે આવેલા કાર્યાલયમાં સોમવારથી 30મી જૂન સુધી સવારે 10:30થી 11:30 અને સાંજે 6થી 8 સુધી બાળકોની માર્કશીટની નકલ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સ્વીકારાશે. બેઠકમાં સભ્યો હર્ષ વૈદ્ય, રુચિર વૈષ્ણવ, ભૌમિક વચ્છરાજાની, નિશાંત વોરા અને અંકિત અંજારિયા હાજર રહ્યા હતા. વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળના પ્રમુખ અતુલભાઈ મહેતા અને તેમની ટીમે નવા હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer