કચ્છ સમર્પણ આશ્રમના પ્રણેતા બન્યા નેપાળ પ્રવાસનના ગૂડવિલ એમ્બેસેડર

કચ્છ સમર્પણ આશ્રમના પ્રણેતા બન્યા નેપાળ પ્રવાસનના ગૂડવિલ એમ્બેસેડર
ભુજ, તા. 17 : નેપાળ દેશ દ્વારા આદ્યાત્મિકતામાં નેપાળનું મહત્ત્વ અને ધ્યાન સાધના અને આદ્યાત્મિક્તાના પ્રચાર પ્રસાર હેતુ નેપાળ ટૂરિઝમ બોર્ડ દ્વારા સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા શિવકૃપાનંદ સ્વામીજીને ગૂડવિલ એમ્બેસેડર વિઝિટ નેપાળ યર 20-20 નિયુક્ત કરાયા છે. શિવકૃપાનંદ સ્વામીનું નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી દ્વારા મોમેન્ટો અર્પિત કરી સન્માન કરાયું હતું. સ્વામીજીએ આ નિયુક્તિ માટે પોતાની સહમતી દાખવી છે અને આત્મજ્ઞાનની અનુભૂતિ માટે સમર્પણ ધ્યાન યોગને અનુલક્ષીને કાર્યક્રમો યોજવામાં આવે છે, જે પૈકીના એક હિમાલય ટ્રાવેલ માર્ટના કાર્યક્રમમાં 42 દેશોના મીડિયા પ્રહરી, ટ્રાવેલ બ્લોગર્સ તથા અતિથિ મહેમાનોને સંબોધિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સંબોધનમાં સ્વામીજીએ ધર્મ, પરમાત્મા, સદ્ગુરુ, સમર્પણ ધ્યાન સંસ્કાર વિશે પ્રવચન આપ્યું હતું તથા હિમાલય સુધીની યાત્રા વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત સ્વામીજીએ નેપાળમાં ફરજ બજાવી રહેલા ભારતીય એમ્બેસેડર મનજીતસિંઘ પુરીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer