રાપરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 17 : રાપરના પીરધાર વિસ્તારમાં જાહેરમાં પત્તાં ટીચતાં 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રૂા. 11,600 જપ્ત કર્યા હતા. રાપર પોલીસે ગઈકાલે કરેલી કામગીરીમાં પકડાયેલા આરોપીઓમાં શૈલેશ મોહન ઠાકોર, મનસુખ ભચુ રાઠોડ, ઈકબાલ હાજી હજામ, કાનજી ભચુ રાઠોડ, રાયમલ ગણેશ વાઘેલા, અહેમદશા ઉર્ફે નંઢડો મિસરીશા શેખ અને મુસ્તફા અબ્દુલ ચૌહાણ નામના શખ્સોનો સમાવેશ થાય છે. પીરધાર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,600 તથા પાંચ મોબાઈલ એમ કુલ રૂા. 16,100નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer