ભચાઉ હુમલાના ચકચારી પ્રકરણે પેલીસે એક આરોપીને પકડયો

ગાંધીધામ, તા. 17 : ભચાઉ નગરમાં હવામાં ગોળીબાર અને બે યુવાનો ઉપર જીવલેણ હુમલાના બનાવમાં પોલીસે દોડધામ કરી આરોપીઓ પૈકી એક શખ્સની ધરપકડ કરી હતી. ભચાઉના મહારાણા પ્રતાપ ગેઇટ નજીક હવામાં ફાયરિંગ સાથે આકીબઅલી અકબર બલોચ અને આરીફ અબ્દુલ ભટ્ટી ઉપર આ જીવલેણ હુમલો થયો હતો. હવામાં ફાયરિંગ કરી જીવલેણ?ઇજાઓ પહોંચાડવાના આ પ્રકરણમાં કાનો અશોકસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, પૃથ્વીસિંહ હરિસિંહ જાડેજા, કેવલસિંહ પરમાર, ધર્મેન્દ્ર ઉર્ફે શિવમ જાડેજા, પ્રકાશ મોહનલાલ ભોજક તથા આઠથી દશ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઇ હતી. ગંભીર અને ચકચારી આ બનાવમાં પોલીસે દોડધામ આદરી પ્રકાશ ભોજક (રજપૂત)ની ધરપકડ કરી લીધી હતી. હુમલાનો આ બનાવ જ્યાં બન્યો હતો ત્યાં આસપાસ નગરપાલિકાના તથા અન્ય ખાનગી સી.સી. ટી.વી.ના ફૂટેજની પોલીસ તપાસ કરી રહી છે. સી.સી. ટી.વી.માં આ બનાવ કેદ થઇ ગયો છે પરંતુ રાત હોવાના કારણે ધૂંધળું દેખાય છે છતાં અન્ય કેમેરાની તપાસ ચાલુમાં હોવાનું પી.આઇ. બી. એસ. સુથારે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer