પ્રિમોન્સૂન કામોની તૈયારીના ભાગરૂપે હમીરસર તળાવની સફાઇ શરૂ

પ્રિમોન્સૂન કામોની તૈયારીના ભાગરૂપે  હમીરસર તળાવની સફાઇ શરૂ
ભુજ, તા. 22 : શહેર સુધરાઇ દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે હમીરસર તળાવમાં સફાઇનો પ્રારંભ કરાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ સુધરાઇ દ્વારા આમ તો આવતીકાલે પરિણામ જાહેર થયા બાદ આચારસંહિતા પૂર્ણ થયે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ખાડા પૂરવા સહિતનું કામ શરૂ કરાશે, પરંતુ આ કામગીરીના પ્રારંભરૂપે ભુજના શણગાર સમા હમીરસર તળવાની સફાઇ શરૂ કરાઇ હતી.  ભુજ સુધરાઇના પ્રમુખ લતાબેન સોલંકી અને કારોબારી ચેરમેન ભરત રાણાએ સ્થળ મુલાકાત સાથે કામનું નિરીક્ષણ કરી સૂચનો કર્યા હતા. લોકસભાનું પરિણામ આવતીકાલ તા. 23/પના જાહેર થશે અને ત્યારબાદ આચારસંહિતા પૂર્ણ થયા બાદ અન્ય કામગીરી પણ શરૂ કરાશે. આ કામ અંતર્ગત શહેરના તમામ નાળાં સફાઇ, ઝાડી કાટિંગ, માર્ગોના ખાડા પૂરવા વિ. કામો હાથ ધરાશે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer