બધા બોલરો મારાથી ડરે છે પણ કબૂલતા નથી : ક્રિશ ગેલ

લંડન, તા.22: ખુદને યુનિવર્સલ બોસ કહેનાર કેરેબિયન સ્ટાર ક્રિસ ગેલે કહ્યંy છે કે દુનિયાભરના બોલરો તેનાથી ડરે છે, પણ કેમેરા સામે કબૂલ કરતા નથી. ગેલે જણાવ્યું કે કેમેરાથી દૂર આ બધા જ બોલરો તેને જોઇને કહેશે કે આજ છે એ. . . આજ છે એ. . . વેસ્ટ ઇન્ડિઝનો આ ધૂંઆધાર ઓપનર ગેલ તેનો પાંચમો વિશ્વ કપ રમવા અહીં આવી પહોંચ્યો છે. ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ ક્રિસ ગેલે કહ્યંy હતું કે હવે પહેલાં જેવું આસાન નથી જ્યારે હું સુસ્ત હતો. બોલરોને ખબર છે કે યુનિવર્સ બોસ શું કરી શકે છે. બોલરોના મગજમાં એમ હશે કે ક્રિકેટનો આ સૌથી ખતરનાક બેટધર છે. શું વિરોધી ટીમો તમારાથી ડરે છે ? તેવા સવાલ પર ગેલે કહ્યંy તેમને જ પૂછો. કેમેરા સામે તો કહેશે કે ના અમે ગેલથી ડરતા નથી, પણ કેમેરો હટાવાય બાદ કહેશે કે હા તેનાથી ડરીએ છીએ. મને આથી મજા આવે છે. ઝડપી બોલરોની ધોલાઇ કરવાની મને મજા આવે છે. મને આવો પડકાર ગમે છે. વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ તેની પહેલી મેચ પાકિસ્તાન સામે 31 મેએ  રમશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer