ગાંધીધામમાં ડીબીઝેડ-સાઉથમાં ગટર મિશ્રિત પાણીપ્રશ્ન હલ કરવા વિતરણ જ બંધ કરાયું !!

ગાંધીધામ, તા. 22 : ડીબીઝેડ-સાઉથના પ્રથમ બ્લોક વિસ્તારના મકાનોમાં આવતું ગટર મિશ્રિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા નગરપાલિકાએ પાણી આપવાનું જ બંધ કરી ટૂંકો સરળ રસ્તો અપનાવતાં આ અંગે કલેક્ટરને રજૂઆત કરાઇ હતી. આ અંગે દેવેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયા મુજબ શહેરમાં ડીબીઝેડ સાઉથના પ્રથમ બ્લોક વિસ્તારના રહેણાંકનામકાનોમાં છેલ્લા ઘણા સમયથી  પીવાનાં પાણી સાથે ગટરનું પાણી આવતું હતું. જે અંગેની લેખિત ફરિયાદ નગરપાલિકાને કરાઇ હતી. નગરપાલિકાએ આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાનું હતું જેથી ગટર મિશ્રિત પાણીથી થતો રોગચાળો અટકે, પરંતુ નગરપાલિકાએ આ  સમસ્યાનો એક અનોખો ઉકેલ કાઢી અરજી મળ્યાના બીજા દિવસથી જ મકાનોમાં પાણી આપવાનું બંધ કર્યું. જે આઠ દિવસ સુધી વિતરણ બંધ રહેતાં આ અંગે કલેક્ટરને  રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની  માગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer