દારૂ સેવનની આરોગ્ય પરમિટ એકાદ વર્ષથી રિન્યૂ ન થવાની રાવ

ભુજ, તા. 22 : કચ્છમાં આરોગ્યની દ્રષ્ટિએ જેઓ દારૂ સેવન કરી શકે છે તેઓની સ્થાનિકે તથા રાજકોટમાં પણ દારૂસેવન માટે આરોગ્યની પરવાનગી રિન્યૂ છેલ્લા એક વર્ષથી ન થતાં આવા પરમિટ ધારકોમાંથી રાવ ઉઠી છે. રાજ્ય સરકારના એક વર્ષ પૂર્વે બહાર પાડેલા નવા પરિપત્ર મુજબ દારૂસેવન માટેની આરોગ્યની પરમિટ માટે નવા ધારાધોરણ આવ્યા હોવાથી અંદાજે એકાદ વર્ષથી આવી પરમિટો રિન્યૂ ન થતાં આવા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકના નશાબંધી શાખાના અધિકારીઓ આવી પરમિટો માટે રાજકોટ જવાનું જણાવે છે પરંતુ  ત્યાં પણ બોર્ડ મેમ્બરોની નિમણૂક ન થતાં પરમિટો રિન્યૂ થઈ શકતી નથી. આ સમગ્ર બાબતે નરેશભાઈ વચ્છરાજાની તથા માધુભા સોઢાએ મુખ્યમંત્રી સમક્ષ પત્રવ્યવહારથી રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો સંપર્ક કરવા જવાબી પત્રમાં જણાવ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer