મેઘપર બોરીચીમાં યુવતીની છેડતી સાથે પુત્રને આપી ધમકી

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં અંજારના એક શખ્સે  યુવતીની છેડતી કરી તેને તથા તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી  હોવાનો મામલો પોલીસે ચોપડે નોંધાયો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે અંજારના પૂર્વ પતિ સંજય સાંચલાએ ફરીથી  સાથે રહેવાના મુદ્દે  મેઘપર બોરીચીમાં રહેતી 33 વર્ષીય યુવતીનો 27/11/2018 થી તા.21/5/2019ના અરસામાં પીછો કરી પરેશાન  કરતો હતે. આ ગુનામાં સામેલ અને દરજીકામ કરતા આરોપીએ  ભોગ બનનારી યુવતીને અને તેના પુત્રને મારી નાખવા તથા એસિડ  નાખી  જીવવા નહિં દેવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં વર્ણવામાં  આવ્યું છે.  પોલીસે આ મામલે  ભારતીય દંડ સંહિતાની છેડતી સહિત વિવિધ કલમો તળે વિધિવત રીતે ગુને નોંધ્યો હતો. આ અંગે આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જયુભા રમુભા જાડેજાએ હાથ ધરી  છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer