ગળપાદર બાયપાસ માર્ગેથી 4.62 લાખના ચોરાઉ ચોખા ઝડપાયા

ગાંધીધામ, તા. 22 : તાલુકાના ગળપાદર બાયપાસ માર્ગ પાસેથી પોલીસે ટ્રકમાંથી ચોરાઉ મનાતી રૂા. 462500ના ચોખાની બોરીઓ કબ્જે લીધી હતી. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગળપાદર બાયપાસ રોડથી મુન્દ્રા જતા માર્ગે ઉપર પોલીસે ટ્રક નં. જીજે01. ટીટી. 9922માં તપાસ હાથ ધરી જરૂરી કાગળો તપાસ્યા હતા. પરતું ટ્રકચાલક ભીખુદાન હરિસંગ ગઢવી પાસે  પૂરતા આધાર પુરાવા પ્રાપ્ત થયા ન હતા. પોલીસે  ટ્રકમાંથી  ચોરાઉ મનાતી ચોખાની બોરી નં.185 કિ. રૂા. 462500 તથા   ટ્રક કિ. 3 લાખ સાથે કુલે 6,62,500નો મુદામાલ કબ્જે  લીધો હતો. આ અંગે આગળની તપાસ ભરતભાઈ ભાટીએ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer