ભુજમાં પરિણીત યુવતી પર નિર્લ્લજ હુમલા સાથે સાસુવહુને ગાળાગાળી-ધમકી

ભુજ, તા. 22 : શહેરમાં 20 વર્ષની વયની પરિણીત યુવતી ઉપર નિર્લ્લજ હુમલો કરવા સાથે ત્રણ ઇસમે આ પરિણીતા અને તેના સાસુને ગાળાગાળી સાથે ધાકધમકી કરી હોવાનો મામલો ફરિયાદના સ્વરૂપમાં પોલીસ દફતરે ચડયો છે. શહેરમાં ભીડનાકા બહાર આત્મારામ ચકરાવા વિસ્તારમાં બનેલી આ ઘટના બાબતે ભુજના જુની બકાલી કોલોનીમાં રહેતા અબુબકર હસન સુમરા, જાવેદ અબુબકર સુમરા અને અબ્દુલ્લરઝાક અબુબકર સુમરા સામે પોલીસ ફરિયાદ લખાવાઇ છે. શહેર બી. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ધરડાએ કેસની તપાસ હાથ ધરી છે. તેમ પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer