25-26 મેના ભુજમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આંતર્જ્ઞાનનો કાર્યક્રમ

ભુજ, તા. 22 : અહીંના આર્ટ ઓફ લિવિંગ દ્વારા આગામી તા. 25 અને 26 મેના બે દિવસીય પ્રજ્ઞાયોગ આંતર્જ્ઞાનનો કાર્યક્રમ યોજાશે. એન્કરવાલા સ્કૂલ, સંસ્કારનગર ખાતે યોજાનારી આ શિબિરમાં 5થી 18 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. છઠ્ઠી ઇન્દ્રીય ઉજાગર કરનારી આ શિબિર દ્વારા ઉચ્ચ એકાગ્રતા, સચોટ નિર્ણય ક્ષમતા, તીક્ષ્ણ સ્મૃતિ શકિત જગાડી શકાય છે. જેનાથી છૂપા ભયને ભગાડી ઊંચો આત્મવિશ્વાસ સ્થાપી શકાય છે. 25મીએ  સાંજે 6થી 8.30 તથા તા. 26ના સવારે 8થી 11 દરમ્યાન યોજાનારી શિબિરમાં અગાઉથી રજિસ્ટ્રેશન માટે મો. 92279 23451 અથવા 90334 93951નો સંપર્ક કરવા જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer