કાલે રાપર પાંજરાપોળના અબોલ જીવોના લાભાર્થે લોકડાયરો

રાપર, તા. 22 : અહીંની જીવદયા મંડળ સંચાલિત પાંજરાપોળના અબોલ જીવો માટે તા. 24ના શુક્રવારે રાત્રે 9 કલાકે ગુરુકુળ રોડ ખાતે લોકડાયરાનું આયોજન કરાયું છે. વાગડ વિસ્તારમાં દુષ્કાળની ભયંકર પરિસ્થિતિનાં કારણે લોકો પોતાના ઢોર રાપર પાંજરાપોળમાં મૂકી જાય છે. જેનાં કારણે આ સંસ્થામાં 13,200 જેટલા નિરાધાર અબોલ પશુઓ આશ્રય લઈ રહ્યા છે, ત્યારે મૂળ રવના મુંબઈ વસતા જીવદયાપ્રેમી હંસરાજ પાનાચંદ મોરબિયા પરિવાર દ્વારા યાત્રીના જન્મદિન નિમિત્તે લોકડાયરાનું આયોજન કરાયું છે, જેમાં ફરીદા મીર, દેવરાજ ગઢવી (નાનો ડેરો) તથા સાથી કલાકારો સંતવાણી રજૂ કરશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer