ઈટી કંપનીમાં ભંગારના વાડામાં આગની ઘટનાથી દોડધામ

ઈટી કંપનીમાં ભંગારના વાડામાં આગની ઘટનાથી દોડધામ
ભચાઉ, તા. 21 : ભચાઉ તાલુકાનાં સામખિયાળી ટોલ ગેટ પાસે આવેલી ઈલેકટ્રોથર્મ કંપનીના ભંગારના વાડામાં આગ અકસ્માતના બનાવનાં પગલે ભારે દોડધામ થઈ પડી હતી. જો કે ત્વરિત  કાર્યવાહીનાં પગલે સદ્નસીબે કોઈ નુકસાની કે જાનહાનિ થઈ ન હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સવારના અરસામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પલભરમાં આગ બહોળા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. શરૂઆતમાં કામદારોએ પાણીનો છંટકાવ કર્યા બાદ ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઈટરોએ સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કંપનીના શ્રી સીંગે જણાવ્યું હતું કે આગની ઘટના કંપનીની બાઉન્ડરી સાઈડમાં બની હતી. પ્લાસ્ટિક, કાગળ, ડ્રમ અને નકામા કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આગ વેળાસર કાબૂમાં આવી જતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer