મુંદરા એસ.ટી. બસ સ્ટેશનનું આંગણું સિમેન્ટથી સજ્જ

મુંદરા એસ.ટી. બસ સ્ટેશનનું આંગણું સિમેન્ટથી સજ્જ
મુંદરા, તા. 21 : સ્થાનિક એસ.ટી. ડેપો નવનિર્મિત બન્યા પછી અધૂરા રહેલા ગ્રાઉન્ડના સિમેન્ટ કોંક્રીટનું કામ શરૂ થવા પછી આ કામ પૂરું થતાં પ્રવાસી જનતાને સુગમતા રહેશે. ડેપો મેનેજરના ચાર્જમાં રહેલા જટુભા જાડેજાએ જણાવ્યું હતું કે, અંદાજે અઠવાડિયામાં ફલોરિંગનું કામ પૂર્ણ થશે, ત્યારબાદ બસની અવરજવર જ્યાંથી થતી હતી એ જ મુખ્ય ગેટમાંથી બસ આવજા કરી શકશે. તેમણે જણાવ્યું કે એસ.ટી.ના ગ્રાઉન્ડમાં આવેલા એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. બૂથને અન્યત્ર ખસેડવામાં આવશે જેથી ગ્ર્રાઉન્ડ વિશાળ બની જશે, પરિણામે બસચાલકને બસ લગાડવામાં સરળતા રહેશે. પ્રવાસી જનતાએ જણાવ્યું કે ટુ વ્હીલરના પાર્કિંગને વ્યવસ્થિત કરવામાં આવે ઉપરાંત ગેરકાયદેસરના ફોર વ્હીલ પાર્કિંગને બંધ કરવામાં આવે તો બસ ઉપડવાના સમયે થતી અફરાતફરી બંધ થઇ જાય. શૌચાલયમાં આવવા જવાના રસ્તે આડેધડ ઊભેલા ટુ વ્હીલરોને ખસેડવામાં આવે તેવી માગણી લોકોએ કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer