નખત્રાણાના નાના ધંધાર્થીઓએ કામધંધા બંધ રાખી દબાણ હટાવ કામગીરીનો વિરોધ કર્યો

નખત્રાણાના નાના ધંધાર્થીઓએ કામધંધા બંધ રાખી દબાણ હટાવ કામગીરીનો વિરોધ કર્યો
નખત્રાણા, તા. 21 : સોમવારે અહીં પોલીસ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ કેબિન, રેંકડી હટાવી દબાણવાળો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યા બાદ રેંકડી-કેબિનધારકો  ટ્રાફિકને અડચણરૂપ દબાણ હટાવવા સહમત થયા હતા. આજે મંગળવારે નગરના તમામ કેબિન-રેંકડીઓવાળાઓએ સંપૂર્ણ બંધ પાળી એસોસિએશન દ્વારા ડીવાયએસપી પોલીસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવ્યાનુસાર અમે નાના ધંધાર્થીઓ છીએ. કેબિન-રેંકડી પર આજીવિકા મેળવી છીએ, જ્યારે ટ્રાફિક તેમજ દબાણનો પ્રશ્ન આવે છે ત્યારે  અમોને હેરાન-પરેશાન કરવામાં આવે છે. તંત્રને અમો પૂરો સાથ સહકાર આપીએ છીએ. વધુમાં રેંકડી કે કેબિન પોતાની જગ્યા પર જ હોય છે.  અહીંના પ્રાંત અધિકારીની  સૂચના મુજબ રોડના મધ્યભાગથી 10 મીટર દૂર રાખી છે, પરંતુ બહારથી આવતા જતા વાહનો રોડ પર આડેધડ વાહનચાલકો, દ્વિચક્રી જેવા વાહનો પાર્કિંગ કરવામાં આવે છે. જેના કારણે અહીંના બસસ્ટેશન, વથાણ ચોકમાં ટ્રાફિકની સમસ્યા રહે છે. જેતે સમયે નખત્રાણામાં નો-પાર્કિંગ ઝોનનો કાયદો  હતો તે કાયદો ફરીથી ચાલુ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે.  છકડાવાળા, ખાનગી ચાલતી બસો, બસસ્ટેશન, વથાણમાં આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક સમસ્યા વધારે છે. બસ સ્ટેન્ડ પાસે  દુકાનદારો પોતાની દુકાન આગળ પતરાના મોટા શેડ નાખી લારીવાળાને ઊભાડી ભાડા વસૂલ કરે છે. રોડની સાઇડ દબાવે છે. ટ્રાફિકને અડચણરૂપ છે. આ અંગે એસોસિએશન દ્વારા તપાસ કરી યોગ્ય પગલાં લેવાની માગણી કરવામાં આવી છે. આવેદનપત્ર આપવાની સાથે રજૂઆત કરવામાં રેંકડી-કેબિન એસોસિએશનના પ્રમુખ રાજેશભાઇ જોષી, પૂર્વ પ્રમુખ જીતુભા જાડેજા, કાસમ ખલીફા, તુલસીભાઇ સોની, કિશોર પલણ, તુરિયા ઇમરાન સહિત મોટી સંખ્યામાં નાના ધંધાર્થીઓ જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer