સેટેલાઇટ સિગ્નલ અને પાકિસ્તાની માછીમારની ટીપને કારણે કરોડોનું ડ્રગ પકડાયું

ભાર્ગવ પરીખ દ્વારા    અમદાવાદ, તા. 21 : કચ્છ-ગુજરાતનો દરિયા કિનારો હવે ડ્રગ માફિયા માટે સ્વર્ગસમાન સાબિત થઇ રહ્યો છે કારણકે અહીંની દરિયાઈ જળસીમા પાર ડ્રગ માફિયા ફાશિંગ બોટમાં હવે ડ્રગની હેરાફેરી કરવા લાગ્યા છે અને એના માટે સાદી ફાશિંગ બોટથી રેકી કરીને ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે ગુજરાતના કચ્છના દરિયા કાંઠે હવે ડ્રગ પેડલર દ્વારા પાકિસ્તાનથી મોટા પાયે ડ્રગ્સ ઘૂસાડવાનું કામ થઇ રહ્યું છે એના માટે હવે ખાસ ફાશિંગ  બોટનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્યરીતે ફાશિંગ બોટને ભારતીય જળસીમાની આસપાસ ફરતી હોય તો કોઈ શંકાની નજરે જોતું નથી અને એનો મોટો ફાયદો પાકિસ્તાની ડ્રગ પેડલર ઉઠાવી રહ્યા છે. આના માટે ડ્રગ પેડલર પહેલા ખાલી ફાશિંગ બોટ માછીમારો સાથે ભારતીય જળસીમા પાસે મોકલે  છે અને આ બોટ સરળતાથી પહોંચી જાય તો થર્મોકોલના ટુકડાના સિગ્નલથી રસ્તો સાફ હોવાના સિગ્નલ પણ આપે છે. આવી જ રીતે ગુજરાતની કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે ભારતીય ફાશિંગ બોટમાં ડ્રગ્સ ઠલવાય છે અને કચ્છના દરિયા કિનારે થઇને મુંબઈ દિલ્હી અને પંજાબ સુધી મોકલવામાં આવે છે. આવી જ રીતે ગુજરાતમાં ફાશિંગ બોટથી રેકી કરવા આવેલી એક પાકિસ્તાની બોટને બે દિવસ પહેલાં પકડાઈ હતી અને બે પાકિસ્તાનીઓ પણ પકડાયા હતા. એમના ઇન્ટેરોગેશનમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય થવાનો હોવાની ટીપ મળી હતી   દરમ્યાનમાં ડી.આર.આઈ.ને પણ ગુજરાતની સરહદ પર જખૌના દરિયા પર આંતરરાષ્ટ્રીય જળસીમા પર ફાશિંગ બોટમાં ડ્રગ્સ આવવાનું હોવાની પણ ટીપ મળી હતી જેના આધારે કોસ્ટગાર્ડે હેલીકોપ્ટરથી પેટ્રાલિંગ 20મી રાત્રે સાત વાગ્યાથી શરુ કર્યું હતું. દરમ્યાનમાં એક સેટેલાઇટ સિગ્નલ જખૌના દરિયા કિનારાની આંતરરાષ્ટ્રીય જળસીમા  પાસે મળ્યું હતું. આ સિગ્નલ મળતાંની સાથે જ કોસ્ટગાર્ડે બે ફાસ્ટ ઇન્ટરસેપ્ટર બોટને જખૌ પાસેની ઇન્ટરનેશનલ મેરિટાઇમ બાઉન્ડરી લાઈન તરફ મોકલી હતી જેમાં કરાચીથી નીકળેલી અલ મદિના નામની ફાશિંગ બોટમાંથી 194 ડ્રગ્સની બેગ ભરેલા સાત થેલા મળ્યા હતા  ગુજરાત કોસ્ટગાર્ડના આઈ.જી.  અશોક પાલે જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાત બોર્ડર પર કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સની હેરાફેરી પર વોચ રાખવામાં આવી છે જેના માટે બી.એસ.એફ., એ.ટી.એસ. અને ડી.આર.આઈ . જેવી એજન્સી સાથે કો ઓર્ડિનેશન કરીને કામ કરવામાં આવી રહ્યું છે. ફાશિંગ બોટ દ્વારા પાકિસ્તાની ડ્રગ પેડલર દ્વારા ડ્રગ્સ ઘૂસાડવાની કોશિશ થાય છે જેના ભાગરૂપે અત્યારે અમે 500થી 600 કરોડનું ડ્રગ પકડ્યું છે અને એ પહેલાં એ.ટી.એસ. સાથે મળી માર્ચ મહિનામાં ડ્રગ્સ પકડ્યું હતું. પાકિસ્તાની ડ્રગ પેડલર દ્વારા થઇ રહેલી ડ્રગ્સ ઘૂસાડવાની આ નવી મોડેસ ઓપરેન્ડીને ધ્યાનમાં રાખી અમે સેટેલાઇટ સિગ્નલ ઇન્ટરસેપ્ટ કરીએ છીએ જેથી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી રહી છે. આ ડ્રગ્સના કન્સાઇન્મેન્ટ સાથે પકડાયેલા લોકોની પૂછપરછ બાદ ગુજરાતમાં ડ્રગ માફિયાના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે એ પણ બહાર આવશે   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer