અંજાર, વરસામેડી 43.1 ડિગ્રી

ભુજ, તા. 21 : આજે સવારે રાજસ્થાન અને તેના પાડોશી ભાગોમાં સર્જાયેલા સાયકલોનિક સરર્ક્યુલેશનની અસર તળે સમગ્ર ગુજરાતની સાથોસાથ કચ્છ પણ અસહ્ય ઉકળાટમાં અકળાયું હતું. કંડલા એરપોર્ટ પર મંગળવારે 43.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતાં અંજાર, વરસામેડી સહિત કચ્છના પૂર્વીય વિસ્તારો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તપ્યા હતા.  અંજાર અને તેથી આગળ જતાં ગાંધીધામથી માંડીને કંડલા, ભચાઉ, સામખિયાળી સહિત પૂર્વીય જિલ્લો સૂર્યની સગડીમાં શેકાયો હતો. સૂરજબારીથી  સરહદ સુધી સર્વત્ર સૂર્યના સામ્રાજ્યએ આભેથી અગન વરસાવતાં કચ્છી જનજીવન તાપથી ત્રાહિમામ પોકારી ઊઠયું હતું. જિલ્લા મથક ભુજમાં પણ 40.1 ડિગ્રી સાથે શહેર દિવસભર દાઝયું હતું. જો કે કલાકના 11 કિ.મી. ગતિ સાથે પવનોએ ઢળતી સાંજ પછી રાહત આપી હતી. બીજીતરફ ખાવડામાં 40 ડિગ્રી સાથે રણકાંધીના ગામડા તપી ઊઠયા હતા તો રાપરમાં 39 ડિગ્રી નોંધાતાં વાગડ પંથક પણ અકળાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer