ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ માટે આજે ઇંગ્લેન્ડ રવાના થશે

નવી દિલ્હી, તા. 21 : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપનું ફોર્મેટ ચુનોતીપૂર્ણ છે. કોઇ પણ ટીમ કોઇ પણ ફેવરિટ ટીમને હાર આપવા સક્ષમ છે. કોઇ પણ ટીમ ઊલટફેર કરી શકે છે. કોહલીએ એમ પણ કહ્યંy કે વર્લ્ડ કપમાં તમે દબાણને કઇ રીતે હેન્ડલ કરો છો તે સૌથી મહત્ત્વપૂર્ણ બની રહેશે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર વર્લ્ડ કપ 30 મેથી શરૂ થઇ રહ્યો છે. જે તા. 14 જુલાઇ સુધી ચાલશે. ભારત તેના અભિયાનની શરૂઆત તા. પ જૂને દ. આફ્રિકા સામે રમીને કરશે. આ પહેલાં તા. 2પ અને 28 મેએ ન્યૂઝીલેન્ડ તથા બાંગલાદેશ વિરુદ્ધ અભ્યાસ મેચ રમશે. ભારતીય ટીમ બુધવારે ઇંગ્લેન્ડ જવા રવાના થશે. ઇંગ્લેન્ડ રવાના થતાં પૂર્વે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કોહલીએ જણાવ્યું હતું કે વર્લ્ડ કપમાં કન્ડિશનથી વધુ દબાણને કેમ પાર પાડો છે તે વધુ મહત્ત્વનું છે. અમારા માટે સારી વાત એ છે કે તમામ બોલર ફ્રેશ છે. કોઇ થાક દેખાઇ રહ્યો નથી. આઇપીએલથી તૈયારીનો સારો મોકો મળ્યો. અમારા ખેલાડીઓએ આ ફોર્મેટથી પ0 ઓવરના મુકાબલાની સારી તૈયારી કરી લીધી. કોહલીએ એમ પણ કહ્યંy કે વ્યક્તિગત રીતે પણ તેણે ટીમ માટે યોગદાન આપવું પડશે. મારે પણ ખુદ આ પડકારનો સામનો કરવો પડશે. કોઇ એક ટીમ પર ફોકસ કરવાના સવાલ પર કોહલીએ કહ્યંy કે વર્લ્ડ કપ જીતવો હોય તો અમારે અમારી ક્ષમતા અનુસાર રમવું પડશે. કોઇ એક ટીમ પર ફોકસ ન કરી શકીએ.  કેદાર જાધવની ઇજા પર કોચ રવિ શાત્રીએ સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યંy કે જાધવ પૂરી રીતે ફિટ છે અને ટીમ સાથે ઇંગ્લેન્ડ જઇ રહ્યો છે. તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. શાત્રીએ ધોનીની ભૂમિકા મહત્ત્વની બતાવી. કોચે કહ્યંy ધોની ટીમ માટે ઘણો મહત્ત્વનો છે. પૂર્વ સુકાની હોવાના લીધે તે ટીમને મદદ કરી શકે છે. તે ખેલાડી તરીકે પણ શાનદાર છે. તમે તેના રનઆઉટ અને સ્ટમ્પિંગ જોઇ લો. આ બધું મેચનું પરિણામ બદલી શકે છે. તમે ધોનીનું આઇપીએલનું પ્રદર્શન જોયું હશે. કોચ શાત્રીએ કહ્યંy કે ટીમ પર કોઇ દબાણ નથી. જો અમે અમારી ક્ષમતા અનુસાર રમશું તો ત્રીજીવાર વર્લ્ડ કપ જીતશું. આ ઘણી સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટ છે. બાંગલાદેશ અને અફઘાનિસ્તાન પણ 201પની તુલનામાં ઘણા મજબૂત છે. શાત્રીનું માનવું છે કે 9 લીગ મેચ રમવાની હોવાથી વાપસીનો મોકો મળશે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer