ગાંધીધામ : નોકરીની મજબૂરીનો લાભ લઈ પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો

ગાંધીધામ, તા. 21 : ગાંધીધામમાં ઉપરી અધિકારીએ નોકરી કરતી મહિલાની મજબૂરીનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ શહેર એ-ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે ભોગ બનનાર પરિણીતાએ આરોપી મધુકર દિનેશ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ જૂન 2017થી આજદિન સુધી એટલે કે બે વર્ષના ગાળામાં બન્યો હતો. ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે આરોપીએ તેણીની નોકરીનો ગેરલાભ લઈ ઈચ્છા વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતે. આ ઉપરાંત તેણીને અવારનવાર મારકુટ કરી નોકરીમાંથી કાઢી નાખવાની અને બદનામ કરી નાખવાની ધમકી આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ અંગે પોલીસમાં ફરિયાદ કરીશ તો બન્ને બાળકો  અને તેણીને ગુમ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer