ભુજમાં કાલે ઇન્જિનીયરિંગ કોલેજ તરફ જતા ભારે વાહનો પર રોક

ભુજ, તા 21 : તાજેતરમાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે થયેલ મતદાનની ગણતરી તા. 23-5ના ભુજ ખાતે સરકારી એન્જિનિયશિંગ કોલેજ ખાતે કરાશે. આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 (1) (બી) અન્વયે જિલ્લા કલેક્ટરને મળેલ અધિકારની રૂએ આગામી તા. 23-5ના સવારે 6 વાગ્યાથી મણગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી કોઇપણ ભારે વાહનો ભગવતી હોટેલ ચાર રસ્તાથી ઓર્થોપેડિક હોસ્પિટલ રોડ એન્જિનિયરિંગ કોલેજ સુધી, તથા સહયોગનગર ચાર રસ્તા મુખ્ય રોડથી એન્જિનિયરિંગ કોલેજ સુધીના રસ્તા પરથી પસાર થઇ શકશે નહીં.  આ અંગેની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એરપોર્ટ રોડ ઉપર સહયોગનગર થઇ રોટરી નગર તરફ જઇ શકશે. ઉપરોકત અનુસૂચિમાંથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉમેદવારો, તમામ સરકારી  અધિકારીઓ તથા કર્મચારીઓ અવર-જવર કરી શકશે તેમજ સરકારી કોલેજમાં અભ્યાસ કરતા તથા વસવાટ કરતા વ્યકિતઓ અવર-જવર કરી શકશે.  આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, પોલીસ અધીક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા અધિકૃત કરેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહીં તેમ જણાવાયું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer