ભુજની છાત્રાઓ રાજ્ય અને રાષ્ટ્રસ્તરે ઝળકી

ભુજ, તા. 21 : વિદ્યાર્થિનીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં રહેલી શક્તિઓની ખીલવણી થાય એવી નેમ સાથે ભુજ માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ વિવિધ પરીક્ષામાં ભાગ લઈ રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શાળાની ધોરણ-10ની વિદ્યાર્થિની કુ. ઉર્વી મહેશભાઈ ઝાલાએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષામાં રાજ્યના કુલ 56,673 વિદ્યાર્થિનીઓમાંથી 374 છાત્રો મેરિટ લીસ્ટમાં સ્થાન પામ્યા, જેમાં તેમણે કચ્છમાં તૃતીય ક્રમ મેળળવી નવી દિલ્હી ખાતે યોજાયેલી પરીક્ષામાં ભાગ લીધો હતો.તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી પ્રખરતા શોધ કસોટી 2018 વિદ્યાર્થિનીઓએ મેરિટ યાદીમાં સ્થાન પ્રાપ્ત કરેલું તે પૈકી ધ્રુવી ઠક્કર જિલ્લામાં દ્વિતીય, હેમાંશી મોઢ તૃતીય, સુરૂચિ મિશ્રા છઠ્ઠો અને ઈકરા મુનશીએ વીસમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃત્તિ-2018માં શાળાની કુલ 6 વિદ્યાર્થિનીઓ ઉચ્ચ ગુણાંક મેળવી શિષ્યવૃત્તિને પાત્ર બની છે. જેમાં હેની પટેલ, ધ્રુવી ઠક્કર, માહી આચાર્ય, સુરૂચિ મિશ્રા, જીનલ ઠક્કર અને વંશિતા તન્નાનો સમાવેશ થાય છે. આ છાત્રાઓને તથા તેમના માર્ગદર્શક શિક્ષકોને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ શાહ, ટ્રસ્ટી મધુભાઈ સંઘવી, અરુણભાઈ ઝવેરી, રોહિતભાઈ શાહ તથા નિયામક નલિનીબેન શાહ અને ઈન્ચાર્જ આચાર્યા સુહાસબેન તન્નાએ આવકાર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer