માનસિક બીમારીના કેમ્પમાં 96 દર્દીઓને મફત દવા અપાઈ

ભુજ, તા. 21 : અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ દ્વારા ચાલતા ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક બીમાર વ્યક્તિઓ માટે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 96 દર્દીઓને દવા મફત અપાઈ હતી.આ પ્રસંગે ડો. તિલવાણીએ જણાવ્યું હતું કે, જો નિયમિત દવાઓ લેવામાં આવે તો માનસિક બીમાર વ્યક્તિઓ પણ સ્વસ્થ થઈ શકે છે. દર મહિનાના ત્રીજા બુધવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હજુ ઘણા બીમારો જાગૃતિના અભાવે કે અંધશ્રદ્ધાના કારણે દવા લેવામાં સંકોચ કરે છે. કેમ્પના આયોજનમાં અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ મોરી અને બાબુભાઈ મહેશ્વરીએ સહયોગ આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer