ગાંધીધામમાં જુગાર રમતા બે મહિલા સહિત સાત ખેલી જબ્બે

ગાંધીધામ,તા.21: ગાંધીધામમાં ખોડિયારનગર ઝૂપડાંમાં જુગાર રમતા બે મહિલા સહિત 7 સખ્શોને પોલીસે પાંજરે પૂર્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી પોલીસે જુગારની બદી ઉપર આદરેલી કાર્યવાહી પૂર્વ કચ્છમાં આજે પણ જારી રહી હતી. ખોડિયાર નગરમાં પૂર્વ બાતમીના આધારે એ.ડિવિઝન પોલીસે આજે સાંજે 4.30 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી  હતી. આરોપીઓ સવર્ણકુમાર રામવિલાસ પાસવાન, મનીષ અશ્વિની પ્રજાપતિ, હનીફ હાસમ ભટ્ટી, પીન્ટુ ચંપાલાલ રેગર, સુલતાન ઈસા ભટ્ટી, જયોતિબેન અશ્વિની પ્રજાપતિ અને વિમળાબેન રતનસિંહ  વાલ્મીકી જુગાર રમતાં ઝડપાઈ ગયા હતા. આ કાર્યવાહી દરમ્યાન રૂ.6010 રોકડા અને 1000ની કિંમતના બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer