માખેલમાં ખેતરમાંથી તસ્કરો સોલાર પેનલ તફડાવી ગયા

ગાંધીધામ,તા.21: ભચાઉ અને અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં કંપનીમાંથી લાખોની મતા ચારાઈ હોવાનો બનાવ તાજો જ છે ત્યાં આજે રાપર તાલુકાના માખેલ ગામમાં તસ્કરોએ ખેતરમાંથી 10 હજારની મતા તફડાવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા.17ના રાત્રિના 8 વાગ્યાથી 18ના સવારે 7 વાગ્યાના અરસામાં કોઈ પણ સમયે બન્યો હતો. કોઈ ચોર અજાણ્યા ઈસમો રાત વચ્ચે ખેતરમાં ત્રાટકી સોલાર પેનલ તફડાવી ગયા હતા. પોલીસે મોહન રતા મઢવીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરોએ અન્ય પ્લેટોમાં નુકસાન પણ કર્યું હોવાનું પોલીસે કહ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer