બાઇક સ્લિપ થવાથી કેરાના આધેડ વયના શખ્સને ઇજા

ભુજ, તા. 21 : તાલુકામાં ભારાપર અને નારાણપર વચ્ચે મોટરસાઇકલ સ્લિપ થઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં તાલુકાના કેરા ગામના રહેવાસી રમેશ ખેતા મકવાણા (ઉ.વ.42)ને ઇજાઓ થઇ હતી. આજે મધ્યાહને અકસ્માતની આ ઘટના બન્યા બાદ માથા અને શરીરના અન્ય ભાગો ઉપર ઇજા થવાની હાલતમાં રમેશ મકવાણાને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ભોગ બનનાર બાઇકથી નારાણપર જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમ તેના પુત્રએ પોલીસ સમક્ષ લખાવ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer