દહીંસરામાં લોખંડની ટામી વડે હુમલો થતાં નવયુવાન ઘવાયો

ભુજ, તા. 21 : તાલુકાના દહીંસરા ગામે લોખંડની ટામી વડે કરાયેલા હુમલામાં ગામના નરેન્દ્ર વેલજી મહેશ્વરી (ઉ.વ.18)ને ઇજાઓ થઇ હતી. માથાના પાછળના ભાગે તથા શરીરના અન્ય અંગો ઉપર ભોગ બનનારા નવયુવાનને ઇજાઓ થઇ હોવાની કેફિયત પોલીસ સમક્ષ લખાવાઇ હતી. સારવાર માટે અહીંની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા નરેન્દ્રએ હુમલો કરનારા તરીકે અનવર મામદ જુણેજા, શબ્બીર મામદ જુણેજા, મરિયાબેન મામદ જુણેજા અને તેના જમાઇના નામ હોસ્પિટલના બિછાનેથી પોલીસ સમક્ષ લખાવ્યા હતા. માનકૂવા પોલીસ મથકે કેસની આગળની તપાસ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer